લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમ્યા બાદ ભારતીય ટીમ એક મહિનો ઈંગ્લેન્ડમાં રોકાશે

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હરાવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવી છે.ત્યારે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમશે.આમ ફાઈનલ પહેલાં ભારતીય ટીમ જૂનના પ્રથમ સપ્તાહમાં ઈંગ્લેન્ડ પહોંચી જશે અને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેશે.આમ ટીમ આઈ.પી.એલના બાદ ઈંગ્લેન્ડ માટે રવાના થશે.આ લીગની ફાઈનલ મેચ આગામી 30 મેએ રમાશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ સાઉથેમ્પ્ટનના એજેસ બાઉલ મેદાન પર રમાડવામાં આવશે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ આગામી 18 જૂનથી શરૂ થશે જે 22 જૂને પૂર્ણ થશે.ત્યારબાદ ભારતને ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.જેની પ્રથમ ટેસ્ટ મેચ આગામી ચાર ઓગસ્ટથી શરૂ થશે,જ્યારે પાંચમી ટેસ્ટ મેચની શરૂઆત આગામી 10 સપ્ટેમ્બરથી થશે.