લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વિશ્વમાં ઉડતી કારનું સપનું ટુંકસમયમાં સાકાર થઈ શકશે

આકાશમાં કારથી ઉડાન ભરવાનું સપનું ટુંકસમયમાં સાકાર થઈ શકે છે.અમેરિકામાં પરિવહન વિભાગ અંતર્ગત આવતા ફેડરલ એવીએશન એડમીનીસ્ટે્રશન ટેરાફુગીયા ટ્રાન્ઝીશન દ્વારા તૈયાર કરાયેલ હાઈબ્રિડ ગ્રાઉન્ડ એર વ્હીકલને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરવાની મંજુરી આપવામાં આવતા તે દુનિયાની પ્રથમ ઉડનારી કાર બની ગઈ છે.

આમ ટેરાફુગીયા દ્વારા તૈયાર કરવામાં આવેલા વ્હીકલને ઉડાડવાની મંજુરી હજુ પાયલોટો અને પાયલોટ સ્કુલોને જ આપવામાં આવી છે.આમ રસ્તા પર ઉડાન ભરવા માટે મંજુરી મળવામાં આ કારને વધુ એક વર્ષનો સમય લાગી શકે તેમ છે.આમ આ પહેલા કંપનીએ સડક સુચનાની સાથે સંકળાયેલા નિયમોનાં પાલનની રૂપરેખા તૈયાર કરવી પડશે.આમ આ આધુનિક હાઈબ્રીડ કારને ચલાવનાર ડ્રાઈવર ઉડાન ભરવાની સાથે એક મિનિટથી પણ ઓછા સમયમાં નાના એરપોર્ટ કે રાજમાર્ગ પર લેન્ડીંગ કરી શકે છે.આમ કંપનીને આશા છે કે બે સીટર ઉડનારી હાઈબ્રિડ કારના ઉત્પાદન અને સામાન્ય ઉપયોગની મંજુરી વર્ષ 2022મા મળી શકે છે.આમ આ કાર ચલાવવા અને ઉડાડવા માટે ડ્રાઈવીંગ લાયસન્સની સાથે સ્પોટ પાયલોટ સર્ટીફીકેટ પણ હોવુ જરૂરી છે.