લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વર્લ્ડ ટુર ફાઇનલ- સિંધુના વિજય અને શ્રીકાંતના પરાજય સાથે અભિયાનનો અંત આવ્યો

બીડબલ્યુએફ વર્લ્ડ ટુર ફાઇનલ્સમાં ભારતીય શટલર પી વી સિંધુ અને કિદમ્બી શ્રીકાંત નોકઆઉટ તબક્કામાં બહાર ફેંકાઈ ગયા હતા.જેમાં સિંધુએ તેની છેલ્લી મેચમાં વિજય તો કિદમ્બીએ પરાજય સાથે તેના અભિયાનનો અંત આણ્યો હતો.સિંધુ તેની ગ્રુપ લીગની છેલ્લી મેચ થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે ૨૧-૧૮,૨૧-૧૫થી સીધા સેટમાં જીતી ગઈ હતી.આમ નોકઆઉટમાં જ બહાર ફેંકાઈ ગયેલા કિદમ્બી શ્રીકાંતનો ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં હોંગકોંગના એનજી કેએ લોંગ એન્ગસ સામે ૨૧-૧૨,૧૮-૨૧,૧૯-૨૧ સામે પરાજય થયો હતો.ગ્રુપ બીની મેચ એક કલાક અને પાંચ મિનિટ ચાલી હતી.વિશ્વના ૧૪માં ક્રમાંકિત કિદમ્બીએ પહેલી ગેમ જીતી હતી,પરંતુ તેના આઠમા ક્રમાંકિત હરીફે બાકીની બંને મેચ જીતી ગેમ જીતી લીધી હતી.આ સાથે બંને ખેલાડીઓનો એકબીજા સામેનો રેકોર્ડ ૨-૨નો થઈ ગયો છે.વિશ્વના ૧૨માં ક્રમાંકિત ખેલાડી વાંગ સામે હારવાના પગલે શ્રીકાંતની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા ધૂળમાં મળી ગઈ હતી.જોકે આ બંને મેચના પરિણામની તેમની ટુર્નામેન્ટની સ્થિતિ પર કોઈ અસર પડવાની નથી,તેઓ પહેલા જ બે પરાજયના પગલે ટુર્નામેન્ટની બહાર થઈ ગયા છે.