લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પ્રથમ વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઇઝેશનની કમાન મહિલા નેતાને સોંપવામાં આવી

ડબલ્યુટીઓની ઓનલાઇન બેઠક યોજાઇ હતી.જેમાં પહેલી વખત એક મહિલાને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે.જેમાં નાઇજેરિયાના ઓકોન્જો એલવીલાને પોતાના પ્રથમ મહિલા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.આમ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુટીઓમાં કુલ 164 દેશો સભ્ય છે.જેની ઓનલાઇન બેઠકમાં નાઇજેરિયાના પૂર્વ નાણાપ્રધાન ઓકોન્જોને પ્રથમ મહિલા નેતા તરીકે પસંદ કરાયા છે તેમને ડબલ્યુટીઓના ડાયરેક્ટર જનરલ પદે નિમવામાં આવ્યા છે.

આમ આ પદ સંભાળનારા ઓકોન્જો પ્રથમ આફ્રિકન મહિલા છે.આમ 66 વર્ષીય ઓકોન્જો આ પદ પર આગામી ચાર વર્ષ સુધી રહેશે.આ અગાઉ તેઓ વિશ્વ બેંકમાં 25 વર્ષ સુધી રહ્યા તેમજ નાઇજેરિયામાં બે ટર્મ સુધી નાણાપ્રધાનનું પદ સંભાળ્યું અને ગ્લોબલ એલાયંસ ફોર વેક્સિનેસ એન્ડ ઇમ્યૂનાઇઝેશનના વડા પણ હતા.

આમ ડબલ્યુટીઓ એક વિશ્વ વ્યાપાર સંગઠન છે.જેમાં 164 દેશો જોડાયેલા છે.જેમાં વિશ્વના વ્યાપાર સંબંધી વ્યવહારો સાથે આ સંગઠન જોડાયેલુ છે.