લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વર્ષ 2024ના ટી-20 વિશ્વકપથી આઇસીસી 20 ટીમ ઉતારી શકે

આઇ.સી.સી ટી-20 વિશ્વકપમાં ભાગ લેનારી ટીમોની સંખ્યા વર્તમાન સમયમાં 16 ટીમથી વધારીને 20 ટીમ કરવાના આયોજન પર વિચારી રહ્યુ છે.ત્યારે વર્ષ 2021માં ભારતમાં રમાનારી આઇપીએલના ટાઈમટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ત્યારે આઇ.સી.સી ટી-20 વિશ્વકપ 2024માં ટીમોની સંખ્યા વધારી 20 સુધી લઈ જવા માંગે છે.આ ઉપરાંત આઇ.સી.સી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટના વિશ્વકપમાં ભાગ લેનારી ટીમોની સંખ્યામાં વધારો કરી શકે છે.આમ વર્ષ 2019ના વિશ્વકપમાં ટીમની સંખ્યા 14થી ઘટાડીને 10 કરવામાં આવી હતી.ત્યારે ફરીથી 14 ટીમોને ઉતારવા અંગે આયોજન થઈ શકે છે.

આમ ટી-20 વિશ્વકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થવાનું છે.પરંતુ ભારતમાં કોરોનાની કટોકટીના લીધે તેના અંગે વર્તમાન સમયમાં અનિશ્ચિતતાઓ પ્રવતી રહી છે.આમ આ રોગચાળાના લીધે ભારતમાં ચાલતી આઇ.પી.એલ પણ અધવચ્ચેથી મુલતવી રાખી છે.