લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આવતીકાલે આઇ.પી.એલમાં મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ

આઇ.પી.એલ સિઝન-14ની શાનદાર શરૂઆત આવતીકાલથી મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. આમ આઇ.પી.એલની 13 આવૃતિમાં સૌથી વધુ મુંબઇ ઇન્ડીયન્સે 5 વખત ટાઇટલ હાંસલ કર્યું છે,જયારે બેંગ્લોરની ટીમે એકપણ ટાઇટલ જીત્યુ નથી.આ સિવાય ચેન્નાઇ સુપર કિંગ્ઝે 3 વખત ટાઇટલ પ્રાપ્ત કર્યું છે.કોલકાતા નાઇટ રાઇડર્સે 2 વખત આઇ.પી.એલની ફાઇનલ જીતી છે.આમ મુંબઇ ઇન્ડીયન્સે સૌપ્રથમ વખત વર્ષ 2013માં ફાઇનલ જીતી હતી,ત્યારબાદ 2015,2017,2019 અને ર0ર0માં ટાઇટલ જીતવાનો વિક્રમ નોંધાવ્યો છે.આ સિવાય રાજસ્થાન રોયલ્સ,ડેકકન ચાર્જીસ અને સનરાઇઝ હૈદ્રાબાદની ટીમોએ 1-1 વખત ટાઇટલ પ્રાપ્ત જીત્યું છે.

આઇ.પી.એલ ઇતિહાસમાં સૌથી વધુ કુલ રન નોંધાવનાર વિરાટ કોહલી છે.જેણે 192 મેચોમાં 5878 રન સાથે પ સદી નોંધાવી છે.જ્યારે સુરેશ રૈનાએ 5368,ડેવિડ વોર્નરે 5254,રોહિત શર્માએ 5230 અને શિખર ધવને 5197 રન બનાવ્યા છે.જેમાં સૌથી વધુ સદીઓ કરવામાં ક્રિસ ગેઇલ મોખરે છે જેણે 6 સદીઓ નોંધાવી છે.આઇપીએલમાં સૌથી વધુ હેટ્રીક ઝડપવાનો વિક્રમ અમિત મિશ્રાના નામે છે જેણે 3 અને યુવરાજસિંહે 2 વખત હેટ્રીક ઝડપી છે.બેટિંગમાં ક્રિસ ગેઇલે વર્ષ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા અણનમ 175 રન નોંધાવ્યા હતા.જે આજ સુધીનો શ્રેષ્ઠ વ્યકિતગત સ્કોર રહ્યો છે.આમ સૌથી વધુ વિકેટોનો વિક્રમ શ્રીલંકાના લસીથ માલિંગાના નામે છે, તેણે 122 મેચોમાં 170 વિકેટો ઝડપી છે.જેમાં સૌથી વધુ સિકસર મારવાનો વિક્રમ ક્રિસ ગેઇલના નામે છે તેણે 349 સિકસો નોંધાવી છે.