લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આવતીકાલથી મધ્યપ્રદેશના શહેરી વિસ્તારોમાં સોમવાર સુધી લોકડાઉન રહેશે

દેશમાં સતત વિકટ બની રહેલી કોરોના સંક્રમણની સ્થિતિમાં એકતરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજયના મુખ્યમંત્રીઓ સાથે સંક્રમણની નવી લહેરનો મુકાબલો કરવા બેઠક યોજી રહ્યા છે.તે પુર્વે દેશના અનેક રાજયોના મુખ્યમંત્રીઓ કેન્દ્રના નિર્ણયની રાહ જોયા વગર લોકડાઉન સહિતના ઉપાયોનો અમલ કરી રહ્યા છે.જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે રાજયના તમામ શહેરી વિસ્તારોમાં શુક્રવાર સાંજે 6 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી વિકએન્ડ લોકડાઉન અમલમાં રહેશે તેવું જણાવ્યુ હતું.આમ રાજયમાં ભોપાલ,ઈન્દોર,નરસિંહપુર, ગ્વાલીયર,જબલપુર,ઉજજૈન,વિદિશા,છીંદવાડા,બરવાની,રતલામ સહિતના મહાનગરોમાં રવિવારનું લોકડાઉન હતું તે વધારીને 72 કલાકનું કરી દેવામાં આવ્યું છે.જ્યારે બીજા રાજયમાંથી આવતા લોકોને મધ્યપ્રદેશમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.