લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આવતીકાલથી મોબાઈલ ફોન,ચાર્જર,એડોપ્ટર,બેટરી મોંઘા થશે

આવતીકાલથી દેશમાં અનેક વસ્તુઓ એવી છે જે મોંઘી થવા જઈ રહી છે.જેમા ગાડીઓથી લઈને મોબાઈલ સુધીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.જેમાં સ્માર્ટફોન ઉપરાંત તેની એસેસરીઝની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે.આમ આ વર્ષે બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગેની જાહેરાત કરી હતી કે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન પર 2.5 ટકા ઈમ્પોર્ટ ડયુટી વધશે.જેમાં મોબાઈલ ચાર્જર,મોબાઈલના પાર્ટસ,એડોપ્ટર,બેટરી,હેડફોન સામેલ છે.આમ વર્તમાન સમયમાં ઈમ્પોર્ટ ડયુટી 7.5 ટકા છે જે આગામી એક એપ્રિલથી 10 ટકા સુધી થઈ જશે.