લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 12મી માર્ચે વડાપ્રધાન મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરાઇ

આગામી 12મી માર્ચે દાંડીકૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.જેની તૈયારીઓ ગાંધી આશ્રમમાં શરૂ કરી દેવામાં આવી છે.આશ્રમની સાફસફાઈ,દાંડીબ્રિજ ખાતેની સાફસફાઈ કરીને તેને શણગારવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ સિવાય સુભાષબ્રિજ અભયઘાટ ખાતે ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે જ્યાં વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આમ સમગ્ર સુરક્ષાને લઈ એસ.પી.જી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ગાંધી આશ્રમમાં વડાપ્રધાનની મુલાકાતને લઈ ગુજરાત ટુરિઝમના અધિકારીઓ એ.ડી.એમ,સાંસ્કૃતિક વિભાગ અને અન્ય અધિકારીઓ સહિત ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ સાથે મીટીંગ યોજાઈ હતી.જેમાં સુભાષબ્રિજ અભય ઘાટથી દાંડીપુલ સુધીના વિસ્તારને વિકસિત કરવામાં આવશે.

આ વિસ્તારને વિકસિત કરીને વર્તમાન સમયમાં જેટલા ટુરિસ્ટ અને મુલાકાતીઓ આવી રહ્યાં છે તેના કરતાં વધુ લોકો આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.ત્યારે ગાંધીઆશ્રમની સામેની જગ્યાને પણ વિકસિત કરવામાં આવશે.આમ દાંડીકૂચ અને ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રના નેતાઓ પણ હાજર રહેવાના છે.જેને લઈ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મીટીંગ કરવામાં આવી હતી.દાંડીબ્રિજ નીચે આવેલા ગટરના ગંદા પાણીને દૂર કરવામાં આવી રહ્યું છે.સાબરમતી રિવરફ્રન્ટ પર અને નદીમાં સાફસફાઈ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ કેવડિયાના પ્રવાસે આવ્યા હતા.જ્યાં તેઓએ ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. કૉન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ આવ્યા હતા.ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર દાંડીયાત્રા પર ચર્ચા કરી હતી.ત્યારબાદ ત્યાંથી દિલ્હી રવાના થયા હતા.દેશની સુરક્ષાને લઇને મોદી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. ત્યારે ફરીએકવાર માર્ચ મહિનામાં તેમની બીજી ગુજરાત મુલાકાત હશે.