રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી 8મી ફેબ્રુઆરીથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન:શરૂ કરવાની જાહેરાત કરી છે.જેમાં શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે,પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ,સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.
આમ શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે-દિવસે ઘટતી જાય છે.ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ 11 જાન્યુઆરીથી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ,પી.એચ.ડી,એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ,પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved