ટીવી તથા બોલિવૂડ અભિનેત્રી સુધા ચંદ્રનના 86 વર્ષીય પિતા કે.ડી ચંદ્રનનું 16મેના રોજ અવસાન થયું હતું.જેમને હાર્ટએટેક આવ્યો હતો. તેઓ મુંબઈની જુહૂમાં આવેલી ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ હતા.આ બાબતે સુધાચંદ્રને કહ્યું હતું કે તેમના પિતાની તબિયત છેલ્લાં થોડાં સમયથી ઠીક નહોતી.ત્યારે 12 મેના રોજ તેમને જુહૂની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આમ તેમને ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારી હતી.કે.ડી ચંદ્રને ફિલ્મ હમ હૈ રાહી પ્યાર કે,ચાઈના ગેટ,જુનૂન,મૈં માધુરી દીક્ષિત બનતા ચાહતી હૂ,જબ પ્યાર કિસી સે હોતા હૈ,તેરે મેરે સપને,હર દિલ જો પ્યાર કરેંગા,શરારત,કોઈ મિલ ગયા સહિતના ટીવી શોમાં કામ કર્યું હતું.
આમ સુધા 90ના દાયકાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.જેમાં સુધાએ નાગિન ઉપરાંત બહુરાનિયાં,હમારી બહૂ તુલસી,ચંદ્રકાંતા,જાને ભી દો પારો,કભી ઈધર કભી ઉધર,ચશ્મે બદ્દૂર,અંતરાલ,કૈસે કહૂ,કહીં કિસી રોજ,ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી,કસ્તૂરી,નાગિન,અદાલત તથા શાસ્ત્રી સિસ્ટર જેવા અનેક શોમાં કામ કર્યું છે.આ સિવાય ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં સુધા નાચે મયૂરી,શોલા ઔર શબનમ,અંજામ,હમ આપકે દિલ મેં રહતે હૈં,શાદી કરકે ફંસ ગયા યાર,માલામાલ વીકલી સાથે અનેક સાઉથ ફિલ્મમાં કામ કર્યું છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved