રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદ સ્કૂલોમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં અત્યારસુધીમાં કોલેજો ઉપરાંત ધોરણ 10,12, અને ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરૂ થઈ ગઈ છે,ત્યારે હવે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે આગામી 1 માર્ચની આસપાસ સ્કૂલો શરૂ કરવા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.આમ ઉનાળુ વેકેશન પણ ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર વહેલું શરૂ કરવા માટેનું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે.
આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સરકાર હવે ધોરણ 1 થી 4 અને 5 થી 8ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે.ત્યારે હવે ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેમના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે.આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં આ વખતે ઉનાળુ વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબુ આપવામાં આવશે નહીં.આમ આ અંગે સરકાર અને શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યા છે.
વર્ષ 2020ના વર્ષના માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધવાને કારણે રાજ્યમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.ત્યારે છેલ્લા 10 મહિનાથી બંધ કોલેજો 8મી ફેબ્રુઆરીએ ખુલી ગઈ હતી.ત્યારે કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પહોંચ્યાં હતાં.જ્યારે ત્રીજા અને બીજા વર્ષ બાદ B.A, B.COM સહિતના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ કોલેજ શરૂ થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. ત્યારે કોરોનાના ફિયર અને વેલેન્ટાઈનના ઉત્સાહ વચ્ચે કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે કોલેજ આવી રહ્યાં છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved