લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 1 મેથી 6 જૂન ઉનાળુ વેકેશન ગણી 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવા રજૂઆત કરાઇ

કોરોનાના કારણે શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે ત્યારે 30મી એપ્રિલે શૈક્ષણિક સત્રનો અંતિમ દિવસ ગણીને આગામી 1 મેથી 6 મે સુધી ઉનાળુ વેકેશન ગણવા મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને શાળા સંચાલક મહામંડળ દ્વારા રજુઆત કરવામા આવી છે.આમ કોરોનાના કેસોમાં વધારો થતા માર્ચ મહિનાથી ઓફલાઇન શિક્ષણ બંધ છે.ત્યારે ધો.1 થી 9 અને 11માં માસ પ્રમોસન આપવામાં આવ્યું છે.ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે 30મી એપ્રિલે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષનો અંતિમ દિવસ ગણવો જોઇએ તેમજ પહેલી 1લી મેથી 6 જૂન ઉનાળુ વેકેશન જાહેર કરી 7 મી જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવી જોઇએ.

આમ રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.જ્યારે ધો.1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.આમ સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના છે.જ્યારે બોર્ડની પરીક્ષાની નવી તારીખો અંગે આગામી 15 મેએ સમીક્ષા બાદ નિર્ણય લેવાશે.