લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોના મહામારી બાદ ચાર પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવતા રાહત થઈ

કોરોના વાઇરસના પગલે છેલ્લા 14 માસથી બંધ પડેલી 4 લોકલ ટ્રેનો ફરીથી રેલ્વે તંત્ર દ્વારા રાબેતા મુજબ ચાલુ કરવામા આવી રહી છે.ત્યારે ટ્રેનો શરૂ થતાં મુસાફરોમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં બંધ પડેલી ટ્રેનોમાં જોધપુર થી ભીલડી લોકલ 2 ટ્રેનો,પાલનપુર થી ગાંધીધામ 1 ટ્રેન તેમજ ભગતનીકોઠી થી સાબરમતી અમદાવાદ ટ્રેન શરૂ કરવામાં આવતાં મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જ્યારે ભગતનીકોઠી ટ્રેન શનિવારે ભીલડી રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા ભીલડીના વેપારીઓ અને રેલ્વેના અધિકારીઓ દ્વારા ટ્રેનના ડ્રાઇવરોનું સાફા તેમજ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યું હતું.આમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક પેસેન્જર રેપીડ ટેસ્ટ કરાવ્યા બાદ જ મુસાફરી કરી શકશે.આમ ગુજરાત થી રાજસ્થાનને જોડતી નવી ટ્રેન પેસેન્જરો માટે આશિર્વાદરૂપ બનશે.જ્યારે કચ્છથી ટ્રેન શરૂ થતાં તેમજ સાબરમતી-અમદાવાદ ટ્રેન ચાલુ થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો.