લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી સમયમા અવિકા ગૌર બોલીવૂડમાં ડેબ્યુ કરશે

કલર્સ ચેનલની સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મેળવનાર આનંદી આગામી સમયથી ફિલ્મોમાં જોવા મળશે.અવિકા ગૌર બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે.અભિનેત્રી અવિકા ગૌર મહેશ ભટ્ટની હોરર ફિલ્મમાં કામ કરશે.આ પહેલાં અભિનેત્રી તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી છે.અવિકા ગૌર તેના બોલિવૂડ ડેબ્યૂ વિશે જણાવે છે કે, ફિલ્મનું નામ 1920: હોરર્સ ઓફ ધ હાર્ટ છે અને હું તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી કારણ કે મારા દર્શકો હિન્દી ફિલ્મોમાં મારા લોન્ચની રાહ જોઈ રહ્યા હતા અને છેવટે એ સમય આવી ગયો છે.આ ફિલ્મની સ્ટોરી મહેશ ભટ્ટ સરે લખી છે જેમા વિક્રમ ભટ્ટ અમારા નિર્માતા છે અને કૃષ્ણ ભટ્ટ અમારા દિગ્દર્શક છે.હું બોલિવૂડમાં નવી સફરની રાહ જોઈ રહી છું.આમ લીડ એક્ટ્રેસ તરીકે આ મારી પ્રથમ ફિલ્મ છે અને હું આનાથી વધુ સારી ફિલ્મની કલ્પના કરી શકતી નથી.