લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી દિવસોમાં રાજ્યમાં 9710 શિક્ષકો તેમજ 927 અધ્યાપકોની ભરતી કરવામાં આવશે

રાજ્યમાં સ્કૂલ-કોલેજોમાં શિક્ષકો તેમજ પ્રોફેસરોની ભરતીને લઈને અનેકવાર ચર્ચાઓ થતી હોય છે.ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકો-પ્રોફેસરોની ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે.જેમાં આગામી સમયમાં સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 3900 શિક્ષકો તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5810 સહાયકોની ભરતી કરવામાં આવશે.

આમ વિધાનસભામાં શિક્ષણ વિભાગના બજેટની ચર્ચાના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3900 વિદ્યાસહાયકો,ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 5810 શિક્ષણ સહાયકો મળી 9710 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.જ્યારે કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે.આ સિવાય હાઇકોર્ટ અને અન્ય કોર્ટોમાં 484 જગ્યાઓની ભરતી કરવા સરકારે બજેટમાં 11.18 કરોડની જોગવાઇ કરી હોવાનું કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.