લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી ત્રણ દિવસ અમદાવાદમાં યલો અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ,તાપમાન 42 ડિગ્રી થશે

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે.ત્યારે ગરમીનું પ્રભુત્વ પણ લોકોને અસર કરી રહ્યું છે.ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે.આમ આગામી 8 અને 9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની અસર દેખાશે.જ્યારે અમદાવાદમાં આગામી 3 દિવસ સુધી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.આ સિવાય ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમા પણ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.