અમદાવાદ શહેરમાં મહિનાની શરૂઆતથી વધી રહેલાં કોરોના સંક્રમણને લઈ કોરોનાએ સમગ્ર શહેરને બાનમાં લીધુ હોવાનું દેખાઈ રહ્યું છે.ત્યારે ગુરૂવારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમા 2631 કેસ નોંધાયા છે,જ્યારે 27 લોકોના મોત થવા પામ્યા છે.આ સાથે 15 દિવસમાં કોરોનાના 19,359 કેસ નોંધાયા છે,જ્યારે 180 લોકોના મોત થવા પામ્યા છે.આમ સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આમ ગત માર્ચથી અત્યારસુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 87,763 કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે 2480 લોકોના કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થવા પામ્યા છે.
આમ અમદાવાદ શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઓફીસો,સંસ્થાઓ અને કોમર્શિયલ એકમોમા કર્મચારીઓની હાજરી પચાસ ટકા સુધીની રાખવાની રહેશે અથવા ઓલ્ટરનેટ દિવસે કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.આમ આ મુજબનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.જ્યારે ઔદ્યોગિક એકમોને આમાંથી મુકિત આપવામાં આવી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved