લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં કોરોનાના સંક્રમણની સાથે હિટવેવની શક્યતા,તાપમાન 42 ડિગ્રી થવાની શક્યતા

રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે.ત્યારે શહેરમા કોરોના સંક્રમણની સાથે હિટવેવમાં પણ વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં 23મી માર્ચથી લઈને 500 કેસો નોંધાવાની શરૂઆત થઈ ગઈ હતી.જે આંકડો 600ને વટાવી ગયો છે.આમ કોરોનાની સાથે ગરમીમાં લોકો ગરમી વધવાથી લૂ લાગવી,શરદી,હિટ સ્ટ્રોક,ટાઈફોઈડ,ઓરી,ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ ભોગ બની શકે છે.આમ હીટવેવની અસરથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે.અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી થયું હતું.આમ આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનું જોર વધતા પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

એક સમયે કોરોનાનું હોટસ્પોટ બની રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 587 દર્દી સાજા થયા છે.જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,348 પર પહોંચ્યો છે.

રાજ્યમાં સતત ત્રીજા દિવસે 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા છે.જ્યારે સતત બીજા દિવસે 8ના મોત થયા છે.જેમાં સુરતમાં 677,અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે.તેમજ 1731 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.