લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ એરપોર્ટ પર જાન્યુઆરીમા કાર્યરત કરાયેલી ચારમાંથી ત્રણ ઈ-કાર સેવા બંધ કરવામાં આવી

અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ટી-1 અને ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2 વચ્ચે કનેક્ટિંગ ફ્લાઈટ પકડવા માટે પેસેન્જરોને 2 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.ત્યારે પેસેન્જરોની સુવિધા માટે ફ્રી સર્વિસ આપતા એરપોર્ટ સંચાલન કરતી કંપની દ્વારા થોડાસમય પહેલા ઇલેક્ટ્રિક કારની સુવિધા શરૂ કરવામાં આવી હતી.જેમાં કંપની દ્વારા દિવસ દરમિયાન ચાર ઈલેક્ટ્રિક કાર અને રાતના સમયે ત્રણ ઈલેક્ટ્રિક કાર મુકવામાં આવી હતી.

પરંતુ વર્તમાન સમયમાં ટેક્નિકલ કારણોસર ઈલેક્ટ્રિક કારની સુવિધા બંધ કરાઇ છે.ત્યારે અત્યારે દિવસ દરમિયાન ફક્ત એક જ કાર સંચાલિત થઈ રહી છે જ્યારે રાતે ફ્લાઈટો વધુ હોવાછતાં પણ એકપણ કાર ઓપરેટ થતી નથી.જેના કારણે પેસેન્જરોને નાછૂટકે રૂ.350 થી 400નું ભાડું ખર્ચી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ વચ્ચે અવરજવર કરવી પડી રહી છે.