લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર જવા ફ્રી કેબ સેવા શરૂ કરાઇ

અમદાવાદ એરપોર્ટ ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે.અમદાવાદ એરપોર્ટ પર રોજના અંદાજીત 30 હજારથી વધુ લોકોનો ઘસારો હોય છે.ત્યારે એરપોર્ટ પર મુસાફરો માટે ટર્મિનલ શટલ સેવાની શરૂઆત કરવામાં આવી છે.જેમાં કોઈ મુસાફરને અમદાવાદથી કનેક્ટિંગ ફ્લાઇટ હોય અને તેને એક ટર્મિનલ પરથી બીજા ટર્મિનલ પર જવું હોય તો કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર તેઓ આ ટર્મિનલ શટલની કેબમાં બીજા ટર્મિનલ પર જઈ શકે છે.

આમ પહેલા અમદાવાદ એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઇટના મુસાફરોને 1 કિલોમીટર જેટલું ચાલીને બીજા ટર્મિનલ પર જવું પડતું હતું.આ સુવિધા અંતર્ગત 4 કેબ 24 કલાક એરપોર્ટ પર મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે.કનેક્ટિંગ ફલાઇટના મુસાફરોને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા આ સુવિધાની માહિતી આપવામાં આવે છે.આમ અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપનીએ આગામી 1 એપ્રિલથી વાહનોના પાર્કિંગ ચાર્જમાં બે ગણો વધારો કર્યો છે.ત્યારબાદ વધુ એક નિર્ણય મુજબ અદાણીએ એરપોર્ટ પર પેસેન્જરોને મુકવા કે લેવા આવતા સંબંધીઓ માટે ફ્રી સમય મર્યાદા અગાઉથી 15 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરી દીધી છે.

આમ અમદાવાદ એરપોર્ટના તમામ કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવી રહી છે.કારણ કે એરપોર્ટ પર મુસાફરોની અવરજવર વધુ જોવા મળે છે.આ સિવાય એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.કોરોના ટેસ્ટ માટે એરપોર્ટની અંદર અને બહાર ટેસ્ટિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.