લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એ.એમ.સીમાં 17 વિવિધ પ્રકારની કમિટીઓ અને ચેરમેન નીમવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના વિજય બાદ મેયર,ડેપ્યુટી મેયર,પક્ષના નેતા તેમજ સ્ટેન્ડિંગ કમિટી બનાવી ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી.પરંતુ વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી ન હતી.ત્યારે છેલ્લા એક મહિના કે તેથી વધુ સમયથી કોર્પોરેશનમાં અટકી પડેલી 17 જેટલી વિવિધ કમિટીઓની રચના આગામી 30 એપ્રિલે ઓનલાઈન મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે.જેમાં કમિટીઓના સભ્યો અને ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે.આમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 160 બેઠક મેળવી છે.આમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેર ભાજપ સંગઠનના નેતાઓ તેમજ પ્રભારી બદલાતા કમિટીઓ રચવામાં આવશે.જેમાં વોટર સપ્લાય,રોડ,હેલ્થ, ટાઉન પ્લાનિંગ,હોસ્પિટલ,હાઉસિંગ કમિટી,ટ્રાન્સપોર્ટ જેવી કમિટીઓનો સમાવેશ થાય છે.