રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે.ત્યારે કોરોનાના કેસોમાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે.આમ રાજયમાં વેક્સિનેશનની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે.રાજ્યમાં અત્યારસુધીમાં પાંચ લાખ 55 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના 1 હજાર મેડિકલ વિધાર્થીને આજે વેક્સિન આપવામાં આવનાર છે.
રાજ્યમાં વેક્સિનેશનના 19માં દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.આમ મેડિસીન વિભાગના વડા ડો.કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની નિલિમા શાહે આજે વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો.આમ બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો.પ્રણવ શાહે વેક્સિન લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
આમ સોમવારે અમદાવાદના મ્યુનિ.કમિશનર મુકેશકુમાર,ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી સહિતના તમામ ડેપ્યુટી કમિશનરે એસવીપીમાં કોરોનાની રસી લીધી હતી.આમ કુલ 7,515 માંથી 5071 પુરુષ અને 2444 મહિલાઓએ રસી મુકાવી હતી.જેમાં અત્યારસુધી કુલ 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી છે.આમ બે દિવસમાં હેલ્થવર્કરોનો ટાર્ગેટ પૂરો થવાની સંભાવના છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved