લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1907 કેસ આવ્યા,જ્યારે 20 લોકોનાં મોત થયા

અમદાવાદ શહેરમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા ૧૯૦૭ કેસ નોંધાયા છે,જ્યારે 20 લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે.આમ શહેરમાં એકિટવ કેસની સંખ્યા 5705 ઉપર પહોંચવા પામી છે.ત્યારે અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોના કુલ બેડ પૈકીના ૯૫ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ જવા પામ્યા છે.આમ એકતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની ૧૪૦થી પણ વધુ ખાનગી હોસ્પિટલોને કોવીડ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે.ત્યારે છેલ્લા પાંચ દિવસથી શહેરમાં વધુને વધુ સંખ્યામાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત બીજીતરફ શહેરના અસારવા વિસ્તારના સિવિલ કેમ્પસમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ સિવાય કિડની હોસ્પિટલ,યુ.એન.મહેતા,ગુજરાત કેન્સર સોસાયટી સહિતની મેડીસીટીમાં કોવિડ દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલોમાં ૯૫ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ જવા પામ્યા છે.