લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ શહેરમાં મ્યુનિનાં 273 ગાર્ડનમાંથી 233 ગાર્ડન બહાર વાહનપાર્કિંગ માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી

અમદાવાદમાં આવેલા 273 ગાર્ડનમાંથી 233 ગાર્ડન પાસે વાહનપાર્કિંગની કોઇ વ્યવસ્થા જ નથી ત્યારે શહેરના માત્ર 15 ટકા ગાર્ડનમાં જ પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા છે.મ્યુનિ.એ બનાવેલા 271 જેટલા ગાર્ડનની યોગ્ય દેખરેખ રાખવામાં આવે છે.પરંતુ આ બગીચામાં ફરવા માટે તમારે વાહન લઇને જવું હોય તો વાહન પાર્ક ક્યાં કરવું તે એક મોટો પ્રશ્ન છે.કેમકે શહેરના 85 ટકા ગાર્ડન બહાર પાર્કિંગની કોઇ વ્યવસ્થા જ નથી.આમ સ્થાનિકો માટે બનતાં આવા ગાર્ડનમાં કોઇ દિવ્યાંગ વ્યક્તિ જો વાહન લઇને આવે તો પહેલો પ્રશ્ન એ ઉભો થાય કે વાહન પાર્ક ક્યાં કરવું.આમ પાર્કિંગની સુવિધાના અભાવે ટ્રાફિક અડચણ અને ટ્રાફિકજામ થતો જોવા મળે છે.

આમ શહેરના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 135 ગાર્ડન આવેલા છે.આમ શહેરમાં અલગ-અલગ ઝોનમાં આવેલા ગાર્ડન પૈકી 50 ટકા ગાર્ડન તો પશ્ચિમ અને ઉ.પશ્ચિમ ઝોનમાં આવેલા છે.ત્યારે પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 75 ગાર્ડન છે.જ્યારે ઉ.પશ્ચિમ ઝોનમાં 60 જેટલા ગાર્ડન આવેલા છે.