રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે જીત મેળવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે.જેમાં ભાજપે કિરીટ પરમારને અમદાવાદના મેયર તરીકે નિયુક્ત કર્યા છે,જ્યારે ડેપ્યુટી મેયર તરીક ગીતા પટેલની વરણી કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મનપામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટને કમાન સોંપાઇ છે.આમ અમદાવાદ ઉપરાંત વડોદરા,ભાવનગરના મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે.અમદાવાદમાં પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા શહેર ભાજપના તમામ ધારાસભ્યો,સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી.જે બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ.કે જાડેજા,ભાજપ નેતા સુરેન્દ્ર પટેલ,ગોરધન ઝડફિયા,શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
આમ વડોદરા મનપામાં નવા મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે,જ્યારે નંદાબેન જોશી ડેપ્યુટી મેયર બન્યાં છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડો.હિતેન્દ્ર પટેલ અને અલ્પેશભાઈ લીંબચીયા મનપા ભાજપ નેતા બન્યાં છે.જ્યારે દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરાઇ છે.
ભાવનગર મહાનગપાલિકાના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે,ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની વરણી કરાઇ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved