લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 5617 કેસ નોધાયા,જ્યારે 25 લોકોનાં મોત થયા

અમદાવાદ શહેરમાં કોરોનાના વ્યાપમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.આમ સતત બે દિવસથી શહેરમાં પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે.જેમાં શનિવારે નવા 5617 કેસો સામે 25 લોકોના મોત થયા છે.આમ ગત વર્ષના માર્ચથી અત્યારસુધીમાં કુલ 1,27,316 કેસ નોંધાઈ ગયા છે.જ્યારે 1585 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં અત્યારસુધીમાં 80,723 લોકો સાજા થયા છે.જ્યારે અત્યારસુધીમાં 2694 લોકોના સંક્રમિત થવાથી મૃત્યુ થયા છે.