લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં કોરોનાથી ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસના સંચાલકોની હાલત કફોડી બની

કોરોનાને કારણે અનેક લોકોના ધંધા-રોજગારો પર માઠી અસર પડી છે.ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ કોરોનાની અસર જોવા મળી રહી છે.સ્કૂલોમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું.ત્યારે ખાનગી ટ્યૂશન ક્લાસીસ તથા કોચિંગ ક્લાસીસમાં પણ ઓનલાઇન અભ્યાસ ચાલુ કરવામાં આવ્યા છે.પરંતુ ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓ એટલો રસ ન લેતા હોવાના કારણે ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવા પામી છે.જેના કારણે ટ્યુશન અને કોચિંગ ક્લાસના સંચાલકોની આજીવિકા ઉપર પણ અસર થવા પામી છે.આમ અમદાવાદમાં જ 2 હજારથી વધુ ટ્યુશન ક્લાસ તેમજ કોચિંગ ક્લાસ આવેલા છે.પરંતુ ગત વર્ષના માર્ચ મહિનાથી ઓફલાઈન ક્લાસ બંધ કરવામાં આવ્યા અને ઓનલાઈન ક્લાસ શરૂ થયા હતા.જેમાં ઓનલાઈન ક્લાસ શરૂ થતાં જ વિદ્યાર્થીઓની સંખ્યામાં 60 થી 70 ટકા જેટલો ઘટાડો થયો હતો.જેના કારણે ટ્યુશન ક્લાસિસ સંચાલકોની આવક ઘટી છે.