લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં કોર્પોરેટરો અને એન.જી.ઓ વેક્સિનેશન માટે મેદાનમા આવ્યા,ફ્લેટો અને સોસાયટીઓમાં કેમ્પો શરૂ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકોને વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે.જેમાં દરેક સોસાયટી અને ફ્લેટમાં જ્યાં 100થી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય ત્યાં એ.એમ.સી દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.આમ અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પો શરૂ થયા છે.જેમાં શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓમ ટાવર અને નિકોલ વિસ્તારમાં આવેલા એરિસ હાઇટ્સ ફ્લેટમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.જે બંને ફ્લેટમાં 20 જેટલા લોકોએ વેક્સિન લીધી હતી.જેમાં સરકાર અને કોર્પોરેશન ઝડપથી લોકોને વેક્સિન આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યાં છે.આમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ કમ્યુનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.આ સિવાય જે સોસાયટી અને ફ્લેટમાં 100 જેટલા લોકો 45 વર્ષથી વધુની વયના હોય તેમને વેક્સિન આપવા ફ્લેટમાં જ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

આમ શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓમ ટાવરમાં રાજસ્થાન જૈન મિત્ર પરિષદ ગ્રુપ દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્થાનિક ધારાસભ્ય,કોર્પોરેટર ભરત પટેલ પ્રતિભા જૈન સહિતના કોર્પોરેટર અને સ્થાનિક કાર્યકરોએ હાજરી આપી હતી.આમ આ કેમ્પમાં 50થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી.આ સિવાય દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં લોકોને રસી અપાવવાની જવાબદારી આપવામાં આવી છે.