લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં બગીચા સવારે 6.30 થી 9.30 અને સાંજે 6 થી રાત્રે 9 ખુલ્લા રહેશે

અમદાવાદ શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ બગીચાને લોકડાઉન દરમ્યાન બંધ રાખ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સવાર-સાંજ એમ બે-બે કલાક માટે ખુલ્લા રાખવામાં આવતા હતા.આમ આ સમયમર્યાદામાં પણ બીજા બે કલાકનો ઉમેરો કરવામાં આવ્યો છે.ત્યારે કોરોનાના કેસ ઘટતાં મ્યુનિ.કમિશનરે સવારે 6.30 થી 9.30 વાગ્યા સુધી અને સાંજે 6 થી 9 વાગ્યા સુધી બગીચા ખુલ્લા રહેશે.

આમ બગીચા સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવતા હતા.આમ કોરોનાનું સંક્રમણ વધતાં જાહેર બગીચાના સમયમાં કાપ મૂકવામાં આવ્યો હતો.જોકે હવે શહેરમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ફરી સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.