લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદની એચ.એ. કોલેજને નેશનલ એવોર્ડ એનાયત કરાયો

ગુજરાત લો સોસાયટી દ્વારા સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને ન્યુ દિલ્હી સ્થિત ટોપગેલન્ટ ઇન્ડીયા રીસર્ચ ગ્રુપ દ્વારા હાયર એજ્યુકેશન સેક્ટરમાં “મોસ્ટ ટ્રસ્ટેડ કોમર્સ કોલેજ ફોર એકેડેમીક એકસલન્સ – 2021નો નેશનલ એવોર્ડ એનાયત થયો છે.જેમાં દિલ્હીની હોટલ સંગ્રીલામાં આયોજીત એવોર્ડ સેરેમનીમાં કેન્દ્ર સરકારના મિનીસ્ટર ફાગનસિંહ કુલસ્ટે અને બોલીવુડ અભિનેત્રી મંદીરા બેદી દ્વારા કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલને આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

જેમાં કોલેજના પ્રિન્સિપાલે પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું સુધીરભાઈ નાણાવટી (એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ,જી.એલ.એસ)ના સહયોગ તેમજ કોલેજ સંચાલનની સક્રિય ભૂમિકાથી એકેડેમિક એકસલન્સ ઉભી કરી શક્યા છીએ.જે સર્વેમાં કોલેજના રિઝલ્ટ,સામાજીક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,સ્પોર્ટ્સ પ્રવૃતિઓ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ ધ્યાનમાં લેવાય છે.આમ કોલેજનાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની મહેનતને કારણે આ એવોર્ડ મળ્યો છે.જેમાં સામાજીક સંગઠનો દ્વારા જ્યારે સન્માન મળે છે ત્યારે વધુ મહેનત તથા કમીટમેન્ટથી વધુ કામ કરવાની પ્રેરણા મળે છે.આમ આ એવોર્ડ મળવાથી કોલેજનાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી થઇ છે.