લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમા જ્વેલર્સ એસોસિએશન દ્વારા 3 દિવસ સ્વયંભૂ બંધનું એલાન કરાયું

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વેપારીઓ અને નાગરિકો જાગૃત થયા છે અને સ્વયંભૂ બંધ રાખીને 3 દિવસનું લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે.જે અંતર્ગત આજે શીવરંજની અને સી.જી રોડ પરની જ્વેલર્સ શોપ બંધ રહી હતી.આમ શહેરમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે જેથી નાગરિકો ચિંતિત થયા છે અને સ્વયંભૂ બંધ રાખીને કોરોનાની ચેન તોડવા પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ સંગઠન તેમજ એસોસિએશન દ્વારા બજારો અને દુકાનો બંધ રાખવામાં આવી છે.ત્યારે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પણ શુક,શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ આ અંગે જ્વેલર્સ એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે સંક્રમણ વધતા ચેન તોડવી જરૂરી હતી.જેના કારણે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ દ્વારા 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે નિર્ણયને તમામ જ્વેલર્સ શોપના માલિકો દ્વારા આવકારવામાં આવ્યો છે.જેના પગલે 3 દિવસ સુધી સી.જી.રોડ અને શિવરંજનીના તમામ જ્વેલરી બજારો બંધ છે.હજુ જરૂર જણાશે તો 3 દિવસ બંધ રાખ્યા બાદ વધુ સમય સુધી બંધ રાખવામાં આવશે.