લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદની એલ.ડી એન્જિનિયરીંગ કોલેજના કેમ્પસમાં તૈયાર થયેલી હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કોંગ્રેસની માંગ

કોરોના મહામારીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓને હોસ્પીટલમાં જગ્યા મળતી નથી,ક્રીટીકલ કેર – ઓક્સિજન સાથેના બેડ વિના કેટલાય પરિવારો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે.ત્યારે રાજ્ય સરકાર એલ.ડી. એન્જીનિયરીંગ કેમ્પસના નવા બિલ્ડીંગમા કોવિડ કેર સેન્ટર શરૂ કરે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તાએ માગણી કરી છે.જેમાં તેમણે કહ્યું છે કે કોરોનાની મહામારીમાં દર્દીઓ ક્રિટીકલ કેર તથા ઓક્સિજન બેડ વિના પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.એવામાં રાજ્ય સરકાર એલ.ડી એન્જિનિયરીંગ કેમ્પસમાં બે વર્ષથી તૈયાર નવી બિલ્ડીંગમા કોવિડ કેર સેન્ટર તમામ સુવિધાઓ સાથે શરૂ કરે એવી મારી વિનંતી છે.

આમ કોરોનાના વધતા સંક્રમણના કારણે એન્જિનિયરીંગનો અભ્યાસ નજીકના સમયમાં શરૂ થાય તેવી શક્યતા જણાતી નથી.ત્યારે એલ.ડી એન્જી કેમ્પસની હોસ્ટેલમા જરૂરી તબીબી સાધનો તેમજ ઓક્સિજન સિલિન્ડર સહિતના સાધનોના ખર્ચમાં 500 બેડની વ્યવસ્થા થઈ શકે તેમ છે.