અમદાવાદ-વડોદરા વચ્ચે મેમૂ ટ્રેન શરૂ થશે.ત્યારે મુસાફરોએ રૂા.25ના ભાડા સામે રૂા.15 રિઝર્વેશન તેમજ ઓનલાઇન બુકિંગના આઇ.આર.સી.ટી.સી.ના રૂા.17 મળી કુલ રૂા.32ના ભાવવધારા સાથે રૂા.58 ચૂકવવા પડશે.આમ ડિજિટલાઝેશનને પ્રોત્સાહન અને મુસાફરોની સુવિધાના નામે ઓનલાઈન બુકિંગ અને એપ દ્વારા કન્વેન્શનલ ચાર્જ તરીકે ટિકિટદીઠ રૂ.17 વધુ વસૂલવામાં આવે છે,જ્યારે એસ.ટીમાં ઓનલાઇન બુકિંગ કરાવનારને મૂળ ટિકિટના ભાડામાં પણ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.ત્યારે કોરોનાકાળ દરમિયાન રેલવેમાં 15 રૂપિયા રિઝર્વેશન ચાર્જ અને આઇ.આર.સી.ટી.સી.નો રૂ.17 કન્વેન્શનલ ચાર્જ વડોદરા- અમદાવાદ અને વડોદરા-ભરૂચના મુખ્ય ભાડા કરતાં પણ વધુ થાય છે.આમ એસ.ટી દ્વારા પણ વોલ્વોના બુકિંગમાં રિઝર્વ સીટ આપવામાં આવે છે,જ્યારે અમદાવાદ મેમુ ટ્રેનમાં મુખ્ય ભાડું રૂા.25 અને રૂા.15 રિઝર્વેશન ચાર્જ તેમજ ઓનલાઇન બુકિંગ માટે કન્વેન્શનલ ચાર્જ રૂા.17 વસૂલાય છે.જે ભાવવધારો રૂ.32 જેટલો થાય છે.ત્યારે કોઈ એજન્ટ પાસે બુક કરાવો તો વધુ રૂ.20 અને 0.17 ટકા પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડે છે.જે ખાનગી ટ્રાવેલ્સ કંપની કરતાં પણ મોંઘું થાય છે. આમ એસ.ટીમાં ઓનલાઈન બુકિંગ કરાવનારને રિટર્ન ટિકિટમાં 10% ડિસ્કાઉન્ટ ગુજરાત,મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન સરકાર આપી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved