લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.ડી કોલેજ તેમજ ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું.જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા જેટલું મતદાન થયું હતું.ત્યારે મંગળવારે સવારે 8 વાગ્યાથી અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરીંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થવાની છે. જે મતગણતરીને લઈ વહીવટીતંત્રએ તૈયારીઓ કરી લીધી છે.આમ બંને મતગણતરી કેન્દ્રમાં 24-24 વોર્ડની મતગણતરી થવાની છે.આમ મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે.આમ બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે.

આમ મતગણતરી કેન્દ્ર પર પોલીસ કંટ્રોલરૂમ,સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ,મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ,પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ,લોકરરૂમ,હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આમ કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે.આમ બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે.આમ આ સિવાય ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ તેમજ અપડેટ જોઈ શકે તે માટે એક એલઇડી સ્ક્રીન એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.