અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા સાબરમતી આશ્રમને મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે 13 એપ્રિલથી સાબરમતી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ રહેશે.આમ ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું.જ્યાથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી.જેમાં ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં.આ સિવાય મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી.આમ આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે.આજે પણ અહી ગાંધીજીની જૂની વસ્તુઓ મુકવામાં આવેલી છે.સાબરમતી આશ્રમમાં દર વર્ષે 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે,જેમની જરૂરીયાતોનું ધ્યાન રાખવામાં આવે છે.આમ આ આશ્રમ સમગ્ર વર્ષ દરમ્યાન મુલાકાતીઓ માટે સવારના 8 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved