લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદની અસારવા સિવિલમાં 236 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 59 દર્દીઓ સારવાર હેઠળ

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે શહેરની હોસ્પિટલમાં દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે હોસ્પિટલમાં સ્ટાફ અને દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.આમ વર્તમાન સમયમાં અસારવા સિવિલમાં 236 અને સોલા સિવિલમાં 59 દર્દીઓ સારવાર હેઠળ છે.જ્યારે અસારવા સિવિલમા 8 દર્દીઓ વેન્ટિલેટર પર અને 25 દર્દીઓ ઓક્સિજન પર છે.આમ સંક્રમણના વધારાની વચ્ચે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની સાથે વેક્સિનેશન પર ભાર મુકવામા આવ્યો છે.

આમ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરીએકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે છેલ્લા 5 દિવસથી દરરોજ 500ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થયું છે.આમ એક મહિનામાં અમદાવાદમાં કોરોનાનો દૈનિક ગ્રોથ 1000 ટકાને પાર થયો છે.વર્તમાન સમયની સ્થિતિમાં કેસની સંખ્યા ડબલ કરતા વધી ગઈ છે,જ્યારે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા ઘટી છે.અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાનું સંકટ સુરત પર જોવા મળ્યું છે.

આમ છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે.આ સાથે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે અને કોરોનાના કારણે 2284 લોકોના મોત નિપજ્યાં છે.