લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદના સુભાષબ્રિજ આર.ટીઓ કચેરીમાં 30 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા

સુભાષબ્રિજ આર.ટીઓમાં ઇન્સ્પેક્ટર સહિત 30 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થવાથી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ આર.ટીઓમાં રોજના એક હજારથી વધુ લોકો આવે છે.જેથી અરજદારો માટે એક સપ્તાહ સુધી પ્રવેશબંદી કરવા એસોસિએશને માગ કરી છે.આમ કચેરીમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન હોવાછતાં અરજી અટવાઈ હોય,આર.સી બુક,વાહન ફિટનેસ,વાહન ટ્રાન્સફર અને લાઇસન્સના કામ માટે અરજદારોને આર.ટીઓમાં રૂબરૂ જવું પડે છે.જેના લીધે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે.આમ આર.ટીઓમાં 160નું મહેકમ છે,જેમાં 40 ઇન્સ્પેક્ટરો છે.જેમાના 13થી વધુ ઇન્સ્પેક્ટરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.