અક્ષયકુમાર પોતાની ફિટનેસ પર પૂરતું ધ્યાન આપતા હોવાછતાં કોરોનાના સપાટામાં આવી ગયા હતા.પરંતુ તેઓ કોરોનાની સારવારથી સાજા થઇને ઘરે આવી ગયા છે.ત્યારે અક્ષયકુમારને પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરવામાં આવવાનો છે.આમ દુનિયાભરની સેલિબ્રિટીઓ પર્યાવરણ સંરક્ષણ માટે જાગરૂકતા ફેલાવામાં પોતાનું યોગદાન આપી રહી છે.તેમજ પોતાના પ્રસંશકોને પણ અપીલ કરી રહી છે.જેમાં દિયા મિર્જા,અભિષેક બચ્ચન અને અજય દેવગણના નામ સામેલ છે.ત્યારે અક્ષયકુમાર પણ વિવિધ સામાજિક કાર્યો સાથે જોડાયેલો છે.ત્યારે હવે અભિનેતાને પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરવામાં આવશે.આમ ગોલ્ડન ગ્લોબ ઓનર્સ ફાઉન્ડેશન અક્ષયકુમારને હોલીવૂડ સુપરસ્ટાર લિયાનાર્ડો ડિકૈપ્રિયો અને અન્ય સિતારાઓ સાથે તેમને સમ્માનિત કરવાના છે.આમ અક્ષય લોકોને તેમાં પણ ખાસ કરીને ગરીબ લોકોમાં સ્વચ્છતા માટે જાગરૂકતા ફેલાવી રહ્યો છે.આમ આ પહેલા તેણે સેનેટરી પેડ અને ઘરમાં શૌચાલય બનાવવા માટેની જાગરૂકતા પણ ફેલાવી હતી.તેમજ આ વિષય પર બનેલી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved