લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અક્ષયકુમારે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા

કોરોના મહામારીની બીજી લહેરમા બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો છે.જેણે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા છે.જેથી જરૂરિયાતમંદ કોરોના દર્દીઓની મદદ કરી શકાય.આમ દેશમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ અક્ષય કુમારે મદદ કરી હતી.જેમાં તેણે પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા.ત્યારપછી બી.એમ.સીને પી.પી.ઇ કિટસ ખરીદવા માટે રૂ.3 કરોડ આપ્યા હતા.આમ મુંબઈ પોલીસની મદદ કરવા માટે રૂ.2 કરોડ ડોનેટ કર્યા હતા.