લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સમગ્ર દેશમાં કોરોનાના 2 લાખ જેટલા નવા કેસો નોધાયા,છેલ્લા 24 કલાકમાં 1,000થી વધુ લોકોના મોત

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે આ કેસો દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના આશરે 2 લાખ જેટલા નવા કેસ સામે આવ્યા છે.જ્યારે સતત બીજા દિવસે 1,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ સિવાય એક્ટિવ કેસોનો આંક 14 લાખ જેટલો થવા આવ્યો છે.આમ છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે,જ્યારે તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

આમ મહારાષ્ટ્ર બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસો નોંધાઈ રહ્યા છે.જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસોમાંથી 82 ટકાથી વધુ કેસો માત્ર 10 રાજ્યોમાં છે.જેમાં મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ,છત્તીસગઢ,દિલ્હી,મધ્યપ્રદેશ,કર્ણાટક,કેરળ,તમિલનાડુ,ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.