લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સમગ્ર દેશમાં દ્વારકાનો સુદામા સેતુ સૌથી પહોળો કોબલ સ્ટેઈડ બ્રિજ બન્યો

ગુજરાતમાં આવેલા દ્વારકાના જગત મંદિરની સામે આવેલા પંચકુઇ વિસ્તારને જોડવા માટે ગોમતી નદી પર વર્ષ 2011ના મે મહિનામાં સુદામા સેતુનું નિર્માણ કરાયું હતું.જેના નિયમન અને જાળવણી માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સુદામા સેતુ સેવા સોસાયટીની રચના કરાઈ છે.જે પગપાળા જઈ શકાય એવા સમગ્ર દેશના પુલોમાંથી દ્વારકાનો આ બ્રિજ સૌથી પહોળો કોબલ સ્ટેઈડ બ્રિજ છે.

આમ ઋષિકેશમાં આવેલ લક્ષ્મણઝુલા 1.5 મીટર તથા રામઝુલા 1.8 મીટરની પહોળાઈ ધરાવે છે. જ્યારે દ્વારકાનો સુદામા પુલ કુલ 166 મીટર લંબાઈ અને 2.4 મીટર પહોળાઈ ધરાવે છે. આમ આ પુલ 7.42 કરોડના ખર્ચે બનેલો છે.જે એકસાથે 25 હજાર સુધીની સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવરને ઝીલી શકે એટલો મજબૂત છે અને તેને કાટ ન લાગે તે માટે મુખ્ય કેબલ તથા સાઈડના કેબલની અંદર જેલી ભરીને ડિઝાઈન કરાયો છે.આમ જમીનથી લગભગ 21 મીટરની ઊંચાઈએ કેબલના ટેકા માટેનું પાયોલિન સ્ટ્રકચર પણ ઉભુ કરાયું છે તેમજ જમીનમાં 17 મીટર ઊંડા પાયા લઈ જવાયા છે. આ પુલના નિર્માણમાં આશરે 1400 ઘનમીટર કોંક્રિટ તથા 200 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે.