લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે,જેમાં 30થી 50 બેડની વ્યવસ્થા પણ કરાશે

કોરોનાના ત્રીજા વેવની આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારે રાજ્યના તમામ 348 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં કોરોના દર્દીઓને દાખલ કરીને ઓક્સિજન સપ્લાય સાથે સારવાર કરી શકાય તેવી સુવિધા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીએ કહ્યુ હતું કે કોરોનાના બીજા તબક્કામાં 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા કરી છે,જેમાં 57 હજાર આઇસીયુ બેડનો સમાવેશ થાય છે.આ સિવાય એક મહિનામાં 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડ્યા છે.આમ કોરોનાની પ્રથમ લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત 155 મેટ્રીક ટન હતી જે બીજી લહેરમા વધીને 1150 મેટ્રિક ટન જેટલી થઇ ગઇ હતી.આમ પ્લાન્ટ અને 30 થી 50 બેડની પણ વ્યવસ્થા કરાશે.