લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સમગ્ર યુકેમાં અઠવાડિયામાં બે વખત મફત કોરોના ટેસ્ટની સુવિધા આપવામાં આવશે

ઇટાલીમાં ગયા વર્ષના વિનાશક ઇસ્ટર બાદ આ વર્ષે ઇસ્ટર સારી રીતે ઉજવવાની આશા પર પાણી ફરી વળ્યું છે.ત્યારે કોરોના વાઇરસ પણ એક વર્ષ પછી થાક્યો નથી.ત્યારે અડધું યુરોપ લોકડાઉન હેઠળ છે.જેમાં બીજીતરફ રોમમાંથી પોપ ફ્રાન્સિસે તેમના ઇસ્ટર સંદેશમાં કોરોના મહામારીને કારણે પડેલી આર્થિક અને સામાજિક મુશ્કેલીઓની વાત કરી દેશના દરેક જણને કોરોનાની રસી મળી રહે તેવા પ્રયાસો કરવા માટે હાકલ કરી હતી.આમ યુકેમાં કોરોનાના લક્ષણહીન કેસોને ઓળખી કાઢવા માટે આવતા સપ્તાહથી તમામને અઠવાડિયામાં બે વાર કોરોનાનો મફત ટેસ્ટ કરવાની સવલત આપવામાં આવશે.જેમાં સરકારને આશા છે કે આ ટેસ્ટને કારણે વિજ્ઞાનીઓને કોરોના વાઇરસના વેરીઅન્ટસને ટ્રેક અને ટ્રેસ કરવામાં સહાય મળશે.જેને પગલે વધારે ઘાતક વાઇરસને ઓળખી કાઢવાની અને તેના મ્યુટેશનને નિયંત્રણમાં લેવામાં સહાયતા મળશે.

આ ઉપરાંત વડાપ્રધાન બોરીસ જ્હોન્સને મફત ટેસ્ટની સુવિધાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે એક લાખ કરતાં વધારે બિઝનેસ કરતાં તેમના કર્મચારીઓને ઝડપથી ટેસ્ટ પુરો પાડવા માટે ઇન્ટરનેટ દ્વારા નોંધણી કરાવી દીધી છે.જે કંપનીઓમાં 10 કરતા વધુ કર્મચારીઓ કામ કરતાં હોય ત્યાં પણ મફત ટેસ્ટ કરવા માટે સુવિધા આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.