લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભારતમાં રસીના બે ડોઝ લેનારને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવી યોગ્ય નહીં હોય

અમેરિકામાં કોરોનાનુ સંક્રમણ ઓછુ થયુ છે.ત્યારે સરકારે કોરોનાની રસીના બે ડોઝ લેનારા લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવાનુ એલાન કર્યુ છે.જેના પર એમ્સના ડાયરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યુ હતુ કે વેક્સીન લગાવ્યા બાદ પણ માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરવુ જરૂરી છે.આમ આ પહેલા સેન્ટ્રલ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનુ કહેવુ હતુ કે જેમને કોરોના રસીના બે ડોઝ લાગી ચુક્યા છે તેમણે માસ્ક પહેરવાની જરૂર નથી.આમ આ જાહેરાત બાદ અમેરિકન પ્રમુખ બાઈડને પત્રકારોને કહ્યુ હતુ કે મને લાગે છે કે આપણા માટે આ મોટી સફળતા છે.

ત્યારે બીજીતરફ ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે અને હજીપણ એ વાતને લઈને અનિશ્ચિતતાઓનો માહોલ છે કે વેક્સીન બદલાઈ રહેલા વેરિએન્ટથી લોકોની કેટલી સુરક્ષા કરી શકે છે.આમ ભારતમાં બે ડોઝ લેનારા લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવી બહુ ઉતાવળભર્યું પગલુ કહેવાશે.આમ વધુમાં તેમણે કહ્યું હતું કે આપણે સતર્ક રહેવાની જરૂર છે જ્યાં સુધી રસીના બે ડોઝ લેનારા વ્યક્તિઓને કોરોના થયો કે નહીં તે અંગેના પૂરતા ડેટા આપણી પાસે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આમ માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવુ વર્તમાન સમયમાં વધુ સારો વિકલ્પ છે.આમ આ બંને ઉપાયો દરેક પ્રકારના કોરોના વેરિએન્ટથી તમારી રક્ષા કરી શકે છે.