લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આમિર ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,બોલિવુડના કલાકારોમાં વધ્યા સંક્રમણના કેસ

સામાન્ય લોકોની સાથે બોલિવુડના કલાકારોમાં પણ કોરોના વ્યાપી રહ્યો છે.જેમાં અનેક સેલિબ્રિટી કોરોના પોઝિટિવ નોંધાયા છે ત્યારે આમિર ખાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.આમ કોરોનાથી સંક્રમિત થયા બાદ આમિરખાને પોતાની જાતને ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઈન કરી દીધી છે તેમજ પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.આમિર ખાન કોરોના પોઝિટિવ આવવાના કારણે તેમની આગામી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ અટકી પડ્યું છે.જેમાં તેઓ છેલ્લા એક વર્ષથી તનતોડ મહેનત કરી રહ્યા છે.ત્યારે હવે સાજા થશે ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.

આમ થોડા દિવસોમાં કાર્તિક આર્યન,રણબીર કપૂર,સંજયલીલા ભણશાલી,કૃતિ સેનન,વરૂણ ધવન જેવા કલાકારો કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.તેના પહેલા અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન,ઐશ્વર્યારાય,આરાધ્યા,મલાઈકા અરોડા,અર્જુન કપૂર અને હર્ષવર્ધન રાણે જેવા અનેક સેલિબ્રિટી કોરોનાની જપેટમાં આવ્યા હતા.