અમિતાભ બચ્ચન એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરતા જાય છે.જેમાં વધુ એક પ્રોજેકટની વાત કરવામાં આવે તો તેમા તેઓ નેગેટિવ પાત્રમાં જોવા મળવાના છે.જે ફિલ્મ તેમની સફળ ફિલ્મની સિકવલ હશે.આમ અમિતાભની આંખે ટુની તૈયારી થઇ રહી છે.વિપુલ અમૃતલાલ શાહની ક્રાઇમ થ્રિલર સિકવલમાં અમિતાભ બચ્ચન,સિદ્ધાર્થ મલ્હોત્રા અને અક્ષય ખન્ના કામ કરતા જોવા મળશે.આમ મૂળ ફિલ્મ આંખેમાં અમિતાભે વિજયસિંહ રાજપૂતનું પાત્ર ભજવ્યુ હતું.ત્યારે હવે આ સિકવલમાં જેલથી બહાર આવ્યા પછી તે લૂટની યોજના બનાવતા જોવા મળશે.જ્યારે અક્ષયખન્ના,સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ સુનિલ શેટ્ટી જેવા કલાકારો દ્રષ્ટિહીન લોકોનું નેતૃત્વ કરતા જોવા મળશે.
આમ આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના મે મહિનાથી શરૂ કરવાની યોજના છે.જે ફિલ્મનું શૂટિંગ બુલ્ગારિયા તેમજ યૂનાઇટેડ કિંગડમમાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે.વિપુલ શાહના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ આંખે વર્ષ ૨૦૦૨માં આવી હતી.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved