લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અમિતાભ બચ્ચન આગામી ફિલ્મમાં સૂરજ બડજાત્યા સાથે કામ કરશે

અમિતાભ બચ્ચન કારકિર્દીમાં પ્રથમ વખત સૂરજ બડજાત્યા સાથે ફિલ્મ કરવાના હોવાથી બિગ બી અને બડજાત્યા બન્ને સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છે.આમ બડજાત્યાની આ ફિલ્મનું નામ ઊંચાઇ છે.જેમાં અમિતાભની સાથે બોમન ઇરાની,અનુપમ ખેર જોવા મળવાના છે.આ ઉપરાંત અન્ય એક કલાકાર પણ જોડાશે.ત્યારે આ ફિલ્મની વાર્તા મિત્રતા પર આધારિત છે.જેમાં આ ત્રણેય અભિનેતાઓ મિત્ર તરીકે રૂપેરી પડદે જોવા મળશે.તેમજ આ ફિલ્મ સૂરજ બડજાત્યા પોતાના જીવનના અનુભવોના આધાર પર બનાવી રહ્યા છે.જે ફિલ્મનું શૂટિંગ આગામી સપ્ટેમ્બર ૨૦૨૧થી શરૂ કરવાની યોજના છે.જે ચાર-પાંચ મહિનામાં પૂર્ણ થઇ જશે તેવું લાગે છે.આમ આ ફિલ્મને આગામી વર્ષ ૨૦૨૨માં રિલીઝ કરવાનો પ્લાન છે.