લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતથી જીત,અપસેટ સર્જાયો

રાજ્યની જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે.ત્યારે ગુજરાતની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેસરિયો લહેરાયો છે. પરંતુ અમુક બેઠકના પરિણામો ચોંકાવનારા આવ્યા છે.જેમાં અમરેલી જિલ્લાની ધારી તાલુકાની ભાડેર સીટ પર અપસેટ સર્જાયો છે.જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની માત્ર બે મતોથી જીત થઈ છે.આમ ભાડેર ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓમાં સન્નાટો જોવા મળ્યો હતો.