લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલીના ધારીમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું

અમરેલી જિલ્લામાં આવેલ ધારી તાલુકા અને ગામડામાં છેલ્લા આઠ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે આ વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં કેસર કેરીને નુકશાન થયું છે.આ સિવાય જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો કમોસમી વરસાદ પડી રહ્યો હતો.પરંતુ ખાસ કરીને ધારી તાલુકાના ગીર કાંઠાના વિસ્તારોમાં ચોમાસુ જામ્યુ હોય તેવો માહોલ સર્જાયો હતો.જેમાં દરરોજ બપોર બાદ પવન સાથે વરસાદ તૂટી પડે છે અને ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દે છે.આમ આ વિસ્તારમાં કેસર કેરી સિવાયના અન્ય ઉનાળુ પાકોને પણ વ્યાપક નુકસાન થયું છે.આમ આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાનીનુ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામા આવે અને ખેડૂતોને વળતર ચુકવવામાં આવે.